માર્કેટિંગ યાર્ડ દ્વારા ઇતિહાસમાં સૌ પ્રથમ ટ્રેન મારફત ડુંગળીનો માલ અન્ય રાજ્યમાં મોકલવામાં આવ્યો
આ વખતે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત માં વિવિધ જણસી નો મબલખ પાકો ખેડૂતો દ્વારા તૈયાર થયા છે એમાં પણ ખાસ કરી લસણ, ડુંગળીનો પુષ્કળ પાક થતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થવા પામી હતી અને હજુ પણ આવક અવિરત ચાલુ હોઈ માલના ત્વરિત નિકાલ માટે રેલ દ્વારા અન્ય રાજ્યોમાં ડુંગળી મોકલવામાં આવી હતી 2 દિવસ પૂર્વે પણ ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની ધૂમ આવકગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન અલà
આ વખતે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત માં વિવિધ જણસી નો મબલખ પાકો ખેડૂતો દ્વારા તૈયાર થયા છે એમાં પણ ખાસ કરી લસણ, ડુંગળીનો પુષ્કળ પાક થતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થવા પામી હતી અને હજુ પણ આવક અવિરત ચાલુ હોઈ માલના ત્વરિત નિકાલ માટે રેલ દ્વારા અન્ય રાજ્યોમાં ડુંગળી મોકલવામાં આવી હતી
2 દિવસ પૂર્વે પણ ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની ધૂમ આવક
ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાના જણાવ્યા મુજબ ગુજરાતનું અવ્વલ ગણાતું ગોંડલનું માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસી ઓની અવાક થતી હોઈ છે. 2 દિવસ પૂર્વે પણ ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની ધૂમ આવક થવા પામી હતી દરરોજની રહેતી અવાક સામે જાવકને પોહચી વળવા અન્ય રાજ્યોમાં જેવાકે બિહાર, બંગાળ, આસામ, ગુવાહાટી સહિતના રાજયમાં ડુંગળી ની ધૂમ માંગ રહે છે અને ટ્રાન્સપોર્ટ દ્વારા તે માલને પોંહચતા વાર લાગે છે માટે વ્યાપારીઓની માંગને ધ્યાને લઇ પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક અને ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા દ્વારા રજૂઆતમાં રેલવે વિભાગને રેન્ક ફાળવવા માંગ કરાઈ હતી.
9 લાખ કિલો ડુંગળી અન્ય રાજ્યમાં મોકલાય હતી
આજે પ્રથમ મીની રેન્કની ફાળવણી કરતા વ્યાપારીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો ને માલના ત્વરિત નિકાલ માટે સાંસદની રજુઆત રંગ લાવી હતી. આ તકે સાંસદ રમેશભાઈ ધડુકના પુત્ર ડો. નૈમિષભાઈ ધડુક, યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયા, વાઈસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, યાર્ડના ડિરેક્ટર પ્રફુલ ટોળીયા, દલાલ મંડળના પ્રમુખ યોગેશ કયાડા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગોંડલમાં પ્રથમ વખત મીની રેન્ક દ્વારા ડુંગળીની નિકાસ ગુવાહાટી અને આસામ સહીતના રાજ્યોમાં અંદાજે 850 થી 900 ટન માલ એટલેકે 9 લાખ કિલો ડુંગળી અન્ય રાજ્યમાં મોકલાય હતી.
અઠવાડિયે બે વખત રેન્ક મળે તેવી માંગ કરાઈ
આજે યાર્ડ અને રેલવે પ્રસાસન દ્વારા 900 ટન ડુંગળીના જથ્થાને અન્ય રાજ્યમાં મોકલવા મીની રેન્ક ફાળવી હતી પરંતુ દિન પ્રતિદિન આવકમાં વધારો હોઈ વ્યાપારીઓ દ્વારા રેલવે વિભાગને માંગ કરી હતી કે જો અઠવાડિયે બે વખત રેન્ક મળે તો ઝડપ થી માલનો નિકાસ થાય તેમજ ટ્રાન્સપોર્ટ કરતા રેલ દ્વારા હેરાફેરીમાં ભાડામાં પણ રાહત રહે જેથી ભાવ પણ ઉંચા મળે અને ખેડૂતોને ફાયદો રહે તેવી માંગ કરવામાં આવી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement